
પરમપ્રસાદ પર્વ નિમિત્તે બાળકોને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ
July 3, 2025
સેંટ જોસેફ સિનિયર સિટીઝન મંડળ – ભજન સ્પર્ધાનું ભવ્ય આયોજન
July 11, 2025સંત થોમસ ખ્રિસ્તી કોમ્યુનિટી દ્વારા તા. ૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ આંતરિક સ્તરે BCC પ્રાર્થનાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગમાં સભા પુરોહિત ફા. ટોની, સી. કલાવતી, તથા ખ્રિસ્તી મહોલ્લાના અનેક શ્રદ્ધાળુ ભાઈ-બહેનો અને બાળકો ભક્તિપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાર્થનાસભામાં સૌ પ્રથમ ગુલાબમાળાની ભક્તિ સહજ શ્રદ્ધા સાથે પાર પાડી હતી. ત્યારપછી પવિત્ર બાઈબલ વાંચન થકી દરેકને ઈશ્વરનાં વચનોથી જીવનમાં આત્મિક શક્તિ મેળવવાનો અવસર મળ્યો. સભા પુરોહિત ફા. ટોની દ્વારા એક પ્રેરણાત્મક પ્રસંગવાણી આપવામાં આવી, જેમાં તેમણે સર્વે શ્રદ્ધાળુઓને પ્રભુમય જીવન જીવવા, વિશ્વાસમાં મજબૂત થવા, અને સમુદાયિક એકતા વધારવા માટે ઉદ્બોધન આપ્યું.
આવો કાર્યક્રમ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ ખ્રિસ્તી જીવનમાં ઊંડાણપૂર્વક જોડાવાનો પ્રયાસ છે, જ્યાં સમુદાય સાથે ભેગા મળીને ભક્તિ, વચન અને પ્રાર્થના દ્વારા પ્રભુ સાથે વધુ નજીક થવામાં સહાય મળે છે.




