
St. Joseph Senior Citizens’ Free Homeopathy Camp
January 31, 2025
પરમપ્રસાદ પર્વ નિમિત્તે બાળકોને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ
July 3, 2025દિવ્ય શાંતિ અને ભક્તિભાવથી યુક્ત એવી એક મહત્વપૂર્ણ યાત્રાનું આયોજન સેન્ટ જોસેફ કોન્ફરન્સ, કરમસદ દ્વારા ૦૬ એપ્રિલ ૨૦૨૫, રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતું. આ ભક્તિયાત્રા આંકલાવ ચર્ચ ખાતે યોજવામાં આવી હતી, જ્યાં હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ યાત્રાનોઆરંભ સવારે ૯:૪૫ વાગ્યે કરમસદ ચર્ચ થી પવિત્ર આશીર્વાદ સાથે થયો હતો, જ્યાં ફા. ટોનીનાઆશીર્વચનો થી યાત્રિકોને આત્મિક ઉત્તેજન પ્રાપ્ત થયું. યાત્રા દરમિયાન સિસ્ટર મેગીએબસમાં ભજન અને પ્રાર્થના દ્વારા યાત્રિકોના હ્રદયને ભક્તિભાવથી પૂર્યા હતા.
આંકલાવ પહોંચ્યાબાદ, તમામ યાત્રિકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો, જેની વ્યવસ્થા સુંદર રીતે યોજવામાંઆવી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓએ અતિ શાંતિપૂર્વક અને ભક્તિભાવથી ૧૪ પવિત્ર સ્થાનોએ ભક્તિપૂર્વકપ્રાર્થના દ્વારા પોતપોતાના હૃદયમાં આધ્યાત્મિક શાંતિ અનુભવી.

બાદમાં, બપોરે૧૨:૦૦ વાગ્યે પવિત્ર ખ્રિસ્તયજ્ઞમાં સૌએ ભક્તિભાવથી હાજરી આપી અને આશીર્વાદ પ્રાપ્તકર્યા. યાત્રાનું સમગ્ર વાતાવરણ ભક્તિ, શાંતિ અને પરસ્પર સ્નેહથી ભરેલું હતું.
અંતે, બપોરે૦૩:૦૦ વાગ્યે સૌ યાત્રિકો શાંતિપૂર્વક અને તૃપ્ત મન સાથે કરમસદ ચર્ચ પરત ફર્યા. યાત્રાનુંઆયોજન અત્યંત સફળ અને સુવ્યવસ્થિત હતું, જેનું શ્રેય ચર્ચના અનેક સભ્યોને જાય છે.

આ શુભ કાર્યક્રમમાંપ્રમુખ શ્રી રાજેશભાઈ, ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ, ખજાનચી શ્રી જોનભાઈ, તથા સભ્યશ્રીઓજસ્ટીનભાઈ, હિતેષભાઈ અને પાઉલભાઈએ પોતાનું અગત્યનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત સિનીયરસિટીઝન સમિતિના પ્રમુખ શ્રી વિજયભાઈ પીજવાળા તથા પેરીશ કાઉન્સિલના સેક્રેટરી શ્રી રોશનીબેનનીપણ યાત્રાના આયોજનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
સૌના સહયોગઅને નમ્રતાથી ભરેલી સેવાભાવના કારણે આ યાત્રા સફળ અને સ્મરણિય બની. એવી આશા રાખીએ કેભવિષ્યમાં પણ આવું પવિત્ર આયોજન અને સફળ કાર્યક્રમ થતા રહે અને વધુ લોકો આવા કાર્યક્રમમાં જોડાઈ આધ્યાત્મિક શક્તિ અને આશીર્વાદ પ્રાપ્ત કરે.




