Smith Mac

August 22, 2025

ધર્માધ્યક્ષ રત્નસ્વામીની કરમસદ વિભાગની મુલાકાત

તારીખ ૧૯ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવારના રોજ અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ પરમ આદરણીય રત્નસ્વામી કરમસદ વિભાગની પવિત્ર મુલાકાતે પધાર્યા હતા. આ પાવન પ્રસંગે સ્થાનિક ધર્મજનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
August 13, 2025

ધર્મસભામાં મહિલાઓનું યોગદાન – સેન્ટ જોસેફ મહિલા પાંખનો સેમિનાર

તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫, રવિવારના રોજ સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચના નેજા હેઠળ, સેન્ટ જોસેફ મહિલા પાંખ, કરમસદ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારનો વિષય "ધર્મસભામાં મહિલાઓનું યોગદાન" રાખવામાં આવ્યો હતો, જે આજના સમયમાં મહિલાઓની સક્રિય ભૂમિકા, તેમની પ્રતિભા અને સેવા ભાવનાને ઉજાગર કરતો હતો.
August 8, 2025

કરમસદમાં સંત જોન મેરી વિયાનીના તહેવારની ઉજવણી

તારીખ ૦૪ ઓગસ્ટ ૨૦૨૫, સોમવારના રોજ સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચ, કરમસદ ખાતે પુરોહિતોના રક્ષક સંત તરીકે મનાતા સંત જોન મેરી વિયાનીના પવિત્ર તહેવારની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચર્ચમાં ઉપસ્થિત સર્વ પુરોહિતોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી અને તેમના સમર્પિત જીવન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
August 5, 2025

સેંટ આલ્ફોન્સા વિમેન્સ કોન્ફરન્સ

તા. ૨૭ જુલાઈ ૨૦૨૫ના રોજ, રવિવારના પવિત્ર દિવસે, સેંટ આલ્ફોન્સા વિમેન્સ કોન્ફરન્સ, કરમસદ દ્વારા સ્થાપના દિવસ તથા લગ્ન વાંછુક યુવક-યુવતીઓ માટેનું સેમિનાર ખૂબ જ ઉત્સાહ અને આધ્યાત્મિક ભાવનાથી યોજાયું.
August 1, 2025

સેંટ જોસેફ સિનિયર સિટિઝન મંડળ – જુલાઈ ૨૦૨૫ નો કાર્યક્રમ

સેંટ જોસેફ સિનિયર સિટિઝન મંડળનો જુલાઈ મહિનાનો કાર્યક્રમ તા. ૨૬ જુલાઈ ૨૦૨૫, શનિવાર બપોરે ૪.૦૦ વાગ્યે સેંટ જોસેફ ચર્ચ, કરમસદ ખાતે આનંદમય વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી, ત્યારબાદ મંડળના આધ્યાત્મિક સલાહકાર અને સભા પુરોહિત ફા. ટોનીએ સંત જોસેફની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. ત્યારબાદ સી. ઇન્દિરા અને સી. કલાવતીએ જુલાઈ માસના જન્મદિન ધરાવતા સભ્યોને મંચ પર આમંત્રિત કર્યા.
July 22, 2025

બાળકો માટે ચર્ચનો પવિત્ર પ્રસંગ

૬ જુલાઈ ૨૦૨૫ના રોજ, રવિવારના બીજા ખ્રિસ્તીયજ્ઞ બાદ, સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચ કરમસદ ખાતે ધર્મશિક્ષણના બાળકો માટે ખાસ એક આત્મીય અને અધ્યાત્મમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
July 18, 2025

વિન્સેન્ટ દે પોલ મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ

વિન્સેન્ટ દે પોલ મંડળ (ભાઈઓ) દ્વારા તા. ૦૮ જૂન ૨૦૨૫ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના તમામ રજીસ્ટર થયેલ વિદ્યાર્થીઓ માટે ખાસ આધ્યાત્મિક અને શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.
July 11, 2025

સેંટ જોસેફ સિનિયર સિટીઝન મંડળ – ભજન સ્પર્ધાનું ભવ્ય આયોજન

તા. ૨૮ જૂન ૨૦૨૫ ના શનિવારે, સેંટ જોસેફ સિનિયર સિટીઝન મંડળ, કરમસદ દ્વારા એક આત્મીય અને ભાવસભર ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિધાનસભા જેવી ભવ્ય અને ભક્તિભાવથી ભરેલી સ્પર્ધામાં મોટા ઉમંગ સાથે ૨૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
July 10, 2025

BCC પ્રાર્થનાસભાનો ભાવપૂર્ણ અહેવાલ

સંત થોમસ ખ્રિસ્તી કોમ્યુનિટી દ્વારા તા. ૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ આંતરિક સ્તરે BCC પ્રાર્થનાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.