Priest Corner

August 8, 2025

કરમસદમાં સંત જોન મેરી વિયાનીના તહેવારની ઉજવણી

તારીખ ૦૪ ઓગસ્ટ ૨૦૨૫, સોમવારના રોજ સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચ, કરમસદ ખાતે પુરોહિતોના રક્ષક સંત તરીકે મનાતા સંત જોન મેરી વિયાનીના પવિત્ર તહેવારની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચર્ચમાં ઉપસ્થિત સર્વ પુરોહિતોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી અને તેમના સમર્પિત જીવન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.