August 1, 2025
સેંટ જોસેફ સિનિયર સિટિઝન મંડળનો જુલાઈ મહિનાનો કાર્યક્રમ તા. ૨૬ જુલાઈ ૨૦૨૫, શનિવાર બપોરે ૪.૦૦ વાગ્યે સેંટ જોસેફ ચર્ચ, કરમસદ ખાતે આનંદમય વાતાવરણમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી, ત્યારબાદ મંડળના આધ્યાત્મિક સલાહકાર અને સભા પુરોહિત ફા. ટોનીએ સંત જોસેફની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. ત્યારબાદ સી. ઇન્દિરા અને સી. કલાવતીએ જુલાઈ માસના જન્મદિન ધરાવતા સભ્યોને મંચ પર આમંત્રિત કર્યા.




