પરમેશ્વરનું મંદિર પવિત્ર છે.


પ્રભુના પ્રેમ અને શાંતિમાં સ્થિર રહો. તમારું વિશ્વાસ મજબૂત રાખો અને સદાય ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલતા રહો. ભારતની પવિત્ર ભૂમિ પર ઈશ્વરનો આશીર્વાદ વરસતો રહે. સત્ય, સેવા અને ભક્તિ દ્વારા તમે સમાજમાં શાંતિ અને એકતા ફેલાવો. તમારા વિશ્વાસ અને કરુણાથી અનેક હૃદયોને સ્પર્શી શકાય. પ્રભુ તમારું માર્ગદર્શન કરે!
POPE JOHN PAUL II
કરમસદ ધર્મવિભાગનો ઈતિહાસ સમૃદ્ધ અને ઉન્નત ધર્મપ્રસંગોથી ભરેલો છે. ઈ.સ. ૧૮૯૩માં મોગરી ગામે પ્રથમ ધર્મસભા યોજાઈ હતી, જ્યાં ૧૮ વ્યક્તિઓએ સ્નાનસંસ્કાર ગ્રહણ કર્યો. આ પાયો મૂકી, ધર્મસભાના વિકાસની શરૂઆત થઈ.
ઈ.સ. ૧૯૦૫માં કરમસદમાં પ્લોટ ખરીદાઈ અને પૂજ્ય ફાઘર ઉમ્બ્રીખતની દેખરેખ હેઠળ ચર્ચ તથા નિવાસસ્થાનનું બાંધકામ શરૂ થયું. આ અવધિ દરમિયાન ગોવા, મુંબઈ, જર્મન તથા સ્પેનીશ સભાપુરોહિતોએ આ વિસ્તૃત ધર્મવિભાગના વિકાસ માટે યોગદાન આપ્યું.

૧૯૦૫
કરમસદ ધર્મવિભાગની સ્થાપના માટે પ્લોટ ખરીદાયો, ચર્ચ અને નિવાસસ્થાનનું બાંધકામ શરૂ થયું.

૧૯૨૬
સેન્ટ જોસેફ વિવિંગ ફેક્ટરીની સ્થાપના થઈ, જે મહોલ્લાના લોકોને રોજગાર પુરો પાડતો ઉદ્યોગ બન્યો.

૨૦૦૫
૯૮ વર્ષની સેવાઓ બાદ ઈસુસંઘી ફાઘરોના બદલે ધર્મપ્રાંતિય પુરોહિતોએ કરમસદનું સંચાલન સંભાળ્યું.

૨૦૦૭
કરમસદ ધર્મવિભાગનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાયો, આ તબક્કે નવું યોગદાન અને વિકાસ ઘડાયો.
ધર્મકાર્ય અને સામાજિક સેવા
સ્થાનિક ધર્મસેવકો અને ઘર્મશિક્ષકોની સહાયથી ધર્મકાર્ય વિસ્તર્યું. રોજની પરમપૂજા, તહેવારોની ઉજવણી, ગુલાબમાળા અને મુલાકાતો દ્વારા વિભાગનો વિકાસ થયો.
સંત ફ્રાન્સિસ ઝેવિયરની નાની દિકરીઓના સિસ્ટરો અને કનોશિયન મંડળના સિસ્ટરો દ્વારા શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ મહત્ત્વપૂર્ણ સેવાઓ આપવામાં આવી.
ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિ
ઈ.સ. ૧૯૨૬માં સ્વ. પૂજ્ય ફાઘર રોડ્રીગ્સે સેંટ જોસેફ વિવિંગ ફેક્ટરીની સ્થાપના કરી, જેના દ્વારા સ્થાનિકોને રોજગારી મળી.
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટે, આર.સી. મિશન શાળા ઈ.સ. ૧૮૯૮માં સ્થાપાઈ, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી સમાજમાં પ્રગતિ કરી. વિદ્યાનગરના શૈક્ષણિક ક્ષેત્રે કેથોલિક વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પણ શરૂઆત કરવામાં આવી.
નવી દિશાઓ અને શતાબ્દી મહોત્સવ
ઈ.સ. ૨૦૦૫માં ઈસુસંઘી ફાઘરો પછી ઘર્મપ્રાંતિય પુરોહિતોએ કરમસદનું નેતૃત્વ સંભાળ્યું. ઈ.સ. ૨૦૦૭માં દેવળનો ભવ્ય શતાબ્દીમહોત્સવ ઉજવવામાં આવ્યો.
આજના સભાપુરોહિત પૂજ્ય ફા. ટોની, પૂજ્ય ફા. એડવિન, પૂજ્ય ફા. વેલી તથા પેરીશ કાઉન્સિલના સભ્યો વિવિધ મંડળો સાથે મળીને તાબાના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે. યુથ ઓફિસની સ્થાપના થકી સેમિનાર, અંગ્રેજી વર્ગો અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન
રોમન કેથોલિક આર્ચડિયોસીસ - ગાંધીનગર
કરમસદ ચર્ચ અને પેરીશ પરિવારને મારા હૃદયપૂર્વક આશીર્વાદ અને શુભેચ્છાઓ! ઈશ્વરની અનુકંપાથી, કરમસદ ધર્મવિભાગએ વર્ષો સુધી સ્નેહ, ભક્તિ અને સેવા દ્વારા વિકાસ કર્યો છે.
આપનો વિશ્વાસ અને અર્પણ ઈશ્વરની મહાનતાની સાક્ષી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાથી, તમે હંમેશા આશીર્વાદિત રહો અને નવા કાર્યો દ્વારા સમૃદ્ધિ અને શાંતિ પ્રસરાવો.
પ્રભુ તમારું માર્ગદર્શન કરે અને તમારી શ્રદ્ધા સતત મજબૂત બને એવી પ્રાર્થના.
જ્ઞાનથી ભરી જીવન યાત્રા ઈશ્વર તરફ દોરી જાય છે.

ધર્માધ્યક્ષ એથેનાસિયસ રેથના સ્વામી સ્વામીડિયન
રોમન કેથોલિક ડાયોસીસ - અમદાવાદ
પ્રભુની કૃપા અને આશીર્વાદ તમારી સાથે સદાય રહો. કરમસદ ધર્મવિભાગની સમૃદ્ધ પરંપરા તેમજ અહિંના ભક્તિભર્યા પરિવારમાં સેવા આપતા તમામ પુરોહિતો, સિસ્ટરો, અને પેરીશ સભ્યોના સમર્પણને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
તમારા વિશ્વાસ, સમર્પણ અને સામાજિક સેવાની ભાવના દ્વારા કરમસદ પેરીશ સતત ધર્મમય માર્ગે આગળ વધે અને સમગ્ર સમાજ માટે આશીર્વાદરૂપ બને, તેવી મારી પ્રાર્થના.
પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ અને માતા મરીયમની રક્ષા હંમેશા તમારા પર રહે.
વિશ્વાસ, સેવા અને પ્રેમ દ્વારા ઈશ્વરની મહિમા પ્રસરે.

ફાધર ટોની
સભા પુરોહિત - સંત જોસેફ ચર્ચ કરમસદ પેરિશ
પ્રભુના આશીર્વાદ સાથે, આપણું કરમસદ ચર્ચ એકતા, શ્રદ્ધા અને સેવાના દીવટા પ્રગટાવે છે. આ પવિત્ર સ્થળ પર આપ સૌની લાગણી, શ્રદ્ધા અને સમર્પણ અમારી સૌથી મોટી શક્તિ છે.
આપણે મળીને પ્રાર્થના, સેવા અને ભક્તિ દ્વારા પ્રભુના માર્ગ પર આગળ વધીએ. આપણે સૌનું સપનું એ છે કે આ ધર્મપરિવાર વધુ વિકસે અને ઈશ્વરનો પ્રેમ દરેક હ્રદય સુધી પહોંચે.
પ્રભુના પંથે આગળ વધીએ, એકબીજાને પ્રેમ અને સહકાર આપીએ.
પવિત્ર બનો, બીજાને પવિત્ર બનાવો કેમકે આપણો ઈશ્વર પવિત્ર છે.

