
સેંટ જોસેફ સિનિયર સિટિઝન મંડળ – જુલાઈ ૨૦૨૫ નો કાર્યક્રમ
August 1, 2025
કરમસદમાં સંત જોન મેરી વિયાનીના તહેવારની ઉજવણી
August 8, 2025તા. ૨૭ જુલાઈ ૨૦૨૫ના રવિવારના રોજ, પવિત્ર દિવસે, સેંટ આલ્ફોન્સા વિમેન્સ કોન્ફરન્સ, કરમસદ દ્વારા સ્થાપના દિવસ તથા લગ્ન વાંછુક યુવક-યુવતીઓ માટેનું સેમિનાર ખૂબ જ ઉત્સાહ અને આધ્યાત્મિક ભાવનાથી યોજાયું.
કાર્યક્રમની શરૂઆત પૂજ્ય ફા. ટોની (સભાયાજ્ઞિક અને આધ્યાત્મિક સલાહકાર)ના પાવન હસ્તે પરમયજ્ઞ અપૅણથી કરવામાં આવી. ત્યારબાદ આણંદ કમિટીના જનરલ સેક્રેટરી સુનીતાબેન દ્વારા નવા પ્રમુખ તથા નવી કારોબારી ટીમની શપથવિધિ કરાવવામાં આવી.
સેમિનારમાં ખાસ કરીને લગ્ન જીવનના ૧૦ વર્ષ, ૧૫ વર્ષ, ૨૫ વર્ષ અને ૫૦ વર્ષ પૂર્ણ કરનારા દંપતિઓ ઉપસ્થિત રહ્યા અને તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યો. દરેક કપલને પુષ્પગુચ્છ તથા શિલ્ડ અર્પણ કરીને હાર્દિક અભિનંદન પાઠવાયા.
કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રદિપભાઈ આચાર્ય (શારદા હાઈસ્કૂલ) તથા શ્રીમતી ભાવનાબેન (ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, રેલ્વે આણંદ) ઉપસ્થિત રહ્યા. ખાસ વક્તાઓમાં પૂજ્ય ફા. વિજય, આલ્ફોન્સભાઈ (એ.સી. પ્રમુખ, ખેડા), વંદનાબેન, દિનેશભાઈ વગેરેનું માર્ગદર્શન મળ્યું.
એરિયા કાઉન્સિલ ઓફ આણંદના પ્રમુખ સી. સરલા, ટ્રેઝરર બ્ર. સુરેશ, સિ. જોસ્પીન તેમજ કરમસદ કૌર કમિટીના સભ્યો અતુલભાઈ, રોશનીબેન, સિ. કલાવતી, ઝેવિયર વિહાર, વિજયભાઈ હાજર રહ્યા.
નાની બાળાઓએ સુંદર પ્રાર્થના નૃત્ય રજૂ કર્યું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિર્મળાબેને સંભાળ્યું જ્યારે અંતે ઉર્મિલાબેને ભાવસભર આભારવિધિ કરી. આ રીતે, શ્રદ્ધા, ભક્તિ અને સૌહાર્દથી ભરપૂર આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સૌના હૃદયમાં આનંદની અનંત યાદો છોડી ગયો. ✝️🌸
*** પ્રસંગ નો વિડિઓ જોવા માટે આપણા સોશ્યિલ મીડિયા ની લિંક જુઓ




