
આંકલાવની ભક્તિ યાત્રાનો અહેવાલ – ૨૦૨૫
April 11, 2025
આંકલાવની ભક્તિ યાત્રાનો અહેવાલ – ૨૦૨૫
April 11, 2025સેંટ જોસેફ સિનિયર સિટિઝન મંડળ કરમસદ દ્વારા ફ્રી હોમિયોપેથીક મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન
સેંટ જોસેફ સિનીયર સિટીજન મંડળ, કરમસદ દ્વારા ફ્રી હોમિયોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન તા. 26મી જાન્યુઆરીના રોજ કરમસદ ચર્ચમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સૌનું સ્વાગત કર્યા બાદ ઈસુદાસ સભાએ ભજન અને પ્રસ્તાવના રજૂ કરી હતી. મંડળના આધ્યાત્મિક સલાહકાર અને કરમસદ પેરિશના સભ્યોના યજ્ઞિક પૂજ્ય ફા. ટોનીએ સેંટ જોસેફની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સૌને આશિર્વાદ આપ્યા હતા.

મુખ્ય મહેમાનો અને વિશેષ અતિથિઓ
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી અનિલભાઈ ખ્રિસ્તી, જે હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે અને અમાયરા મ્યુઝિકલ ગ્રૂપનું સંચાલન કરે છે, તેમણે વડીલોને પોતાની મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી તંદુરસ્ત જીવન જીવવા માટે માર્ગદર્શન આપ્યું. ખાસ અતિથિ તરીકે શ્રી જોસેફભાઈ અને તેમની ધર્મપત્ની શ્રીમતી જયાબેન ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન વૃદ્ધ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં જન્મદિવસ ઊજવતા સભ્યોને પણ પુષ્પગુચ્છ આપી પૂજ્ય ફા. ટોનીએ આશીર્વાદ આપ્યા હતા.
મેડિકલ ચેકઅપ અને સલાહ
આ કેમ્પમાં ડો. વી.એચ. દવે હોમિયોપેથીક મેડિકલ હૉસ્પિટલ, આણંદના મેડિકલ ઓફિસર ડો. પૂજા ભટ્ટે હોમિયોપેથી દવાઓની વિશેષતા અને તેમના ઝડપી તેમજ કાયમી અસરકારકતાની ચર્ચા કરી હતી. તેમજ તેઓની હૉસ્પિટલમાં ઉપલબ્ધ અન્ય સેવાઓ વિશે માહિતગાર કર્યા હતા અને નીમ્ન દરે સારવાર લેવાનો અનુરોધ કર્યો હતો. ડૉ. ઈશા, ડૉ. કૃષા અને સાત ઇન્ટર્ન ડૉક્ટર્સની ટીમે 50 થી વધુ વડીલોનું મેડિકલ ચેકઅપ કર્યું અને તેમની મેડિકલ હિસ્ટરી અનુસાર દવાઓ આપી. કેન્સર અને વ્યસનમુક્તિ અંગે વિસ્તૃત સલાહ આપી તેમજ દર્દીઓનું કાઉન્સેલિંગ કરીને જરૂરી દવા પણ આપવામાં આવી હતી.
વિશેષ આભાર અને સમાપન
કાર્યક્રમના અંતમાં નીલાબેને કેમ્પમાં હાજર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. મંડળના અન્ય કાર્યકારી સભ્યો સર્વશ્રી ઈશ્વરભાઈ, ઉર્મિલાબેન, ઈલાબેન, કોકિલાબેન અને મંજુલાબેન એ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ મહેનત લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મંડળના સભ્યોના સહયોગથી વિજયભાઈ પીઝવાલાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દ્વારા વડીલોએ મેડિકલ તપાસનો લાભ લીધો અને આરોગ્ય જાળવવા માટે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું, જે મંડળ માટે ગૌરવની વાત છે.
