August 13, 2025
તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫, રવિવારના રોજ સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચના નેજા હેઠળ, સેન્ટ જોસેફ મહિલા પાંખ, કરમસદ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારનો વિષય "ધર્મસભામાં મહિલાઓનું યોગદાન" રાખવામાં આવ્યો હતો, જે આજના સમયમાં મહિલાઓની સક્રિય ભૂમિકા, તેમની પ્રતિભા અને સેવા ભાવનાને ઉજાગર કરતો હતો.

